નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: મંગળ

ગગનનું ગુલશન ઉજાળતું ‘ગ્રોવર’ !

Grover for Greenland

.
“સાહેબ, પણ આવો ઠંડો નિર્ણય તમે લીધો કઈ રીતે? – શું અમારા કોઈ ગુજરાતી કવિ-જીવે ટોણો તો નથી માર્યો ને કે ‘મંગળ પર જીવન શોધવાને બદલે જીવનમાં મંગળ શોધો?’

એક ઘડીએ મને અમેરીકાની નાસા સંસ્થાને આવો સવાલ પૂછવાનું મન તો થઇ ગયેલુ. એટલા માટે કે…મંગળ પર જીવનની શોધખોળ કરવા માટે મહિનાઓ અગાઉ પેલું ‘રોવર’ મોકલવામાં આવ્યું હતું. જે વિશે આપણે સૌ વાકેફ છીએ.

ખૈર, હાલમાં તે રોવર મશીનને ‘મંગળ’ નડ્યો હોવાથી તેને બે મહિના માટે ત્યાં જ વેકેશન ગાળવાનું કહેવામાં આવ્યું છે. હવે નવરાં બેઠાં નાસાના એ મંગલકારી વૈજ્ઞાનિકો કરે પણ શું?- એટલે…એમના લેટેસ્ટ પ્રોજેક્ટમાં તેમણે પૃથ્વી જ નામના ગ્રહ પર ફરીથી મીટ માંડી છે. અને એમાં પણ ખાસ ગ્રીનલેન્ડ પર.

એમના મતે આ જમીન હજુ સુધી ‘થોડી કુંવારી’ છે. ત્યાંના અમૂક હિસ્સા પર ખૂબ જ બરફ હોવાથી સામાન્ય વ્યક્તિ ત્યાં જઈ-રહીને તેમાં થતાં ભૌગોલિક ફેરફારોના કારણો ખુલાસાવાર લાવી શકતા ન હોવાથી તેમણે મંગળ પર મોકલેલી ‘રોવર’ ગાડીની સામે ગ્રીનલેન્ડ માટે ખાસ ‘ગ્રોવર’ બનાવી મોકલવાની તૈયારી કરી છે.

સૌ પ્રજાજનો હવે તેના અવનવા વિવિધ કારણો, ફેરફારો તથા ત્યાં જીવવા લાયક સૃષ્ટિ છે કે નહિ તે વિશે આવનારા સમયમાં વધુ જાણકારી પ્રાપ્ત કરી શકીશું.

(માફ કરજો નાનકડાં બાળ-વિદ્યાર્થી બાળકો, તમને આવનારા ધોરણમાં સમાજ-શાસ્ત્રની ટેક્સ્ટબુકમાં હજુ એક નવું ચેપ્ટર ભણવું પડશે. [:-()

એમની ચિંતા એ લોકાં કરશે. છતાં એમના માટે પણ કાંઈક મંગલકારી કામ થાય એ હેતુથી આ ‘તૈણ મિલીટ’ની વિડીયો ક્લિપ જોઈ લેજો ! 

(બાકી આપણે ચ્યાં નવરાં છે નહ્ઈ ?- હજુ તો સરબજીતનો ‘ખાલી’ બળાપો, બાળકીના બળાત્કારનો ‘માત્ર’ ઉગ્ર વિરોધ, અને ચીનની ટેન્ટ-પ્રક્રિયા પર ‘ખોખલું ટેમ્પર’ કાઢવા જેવા ઘણાં કામો કરવાના બાકી છે.)

યાર ! કોક હવે તો એ.સી ચાલુ કરો!!!!

મંગલી મોરલો: = “કેટલાંક ‘ગ્રોવર’ આપણા ‘ગુલશન’ને ઉજાડતા નથી પણ….ઉજાળતા હોય છે.”

Advertisements