નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: વેલેન્ટાઈન

ત્યારે બને છે…‘વેલ ઇન ટાઈમ’

પાછલા સ્ટેટસમાં લખ્યું’તું કે…થોડા ખીન્ન થયા હોવ ત્યારે…નાના ભૂલકાંવની શાળામાં જઈ આવવું. મોટિવેશનની કિતાબ વાંચવાની જરૂર નહિ રહે.

હવે આજે જ્યારે…કોઈક ભુલાયેલા કે ભુલાયેલી દોસ્તે કોઈ રીતે પણ મોહબ્બતનો મેસેજ આપી દિવસ બનાવી નાખ્યો હોય અને તે પછી આખા દિલ અને ડીલમાં એનો નશો ઉતારી ખુબજ ખુશ થઇ જવાય ત્યારે?…

વ્હાલા દોસ્ત ! કોઈક એવા બુઝુર્ગ (વડિલ) હોય જે એકલવાયા હોય. ખાસ કરીને એવી હોસ્પિટલમાં માંદગીને કારણે બિછાને પડ્યા હોય તો એની મુલાકાત સાચો ‘વેલ ઇન ટાઈમ’ બની શકે છે.

માત્ર એક સ્પર્શ…એક ટચ…ગુલાબોના કન્ટેનરની ગિફ્ટનું કામ કરે છે.

એમની ઝિંદગીમાં છવાયેલો લાગતો કાર્બન ડાયોક્સાઈડ…તમારી મોહબ્બત થકી ઓક્સિજનનું કામ કરી નાખશે….બોસ!

નિલાંબર :

એની વે!…આ બધી મસ્ત મૌસમમાં આજે ‘પહેલી’ માટે દિલમાંથી નીકળ્યાં કેટલાંક ‘વેલેન્ટાઈકુઝ’

વેલેન્ટાઈન્સ,
તું મારામાં અને હું
‘તારા’માં એક.

 ~*~

વેલેન્ટાઈન્સ,
હવે ‘માળા’માં હું ને
‘તાળા’માં એક.

 ~*~

વેલેન્ટાઈન્સ,
પછી ‘જોબમાં’ અને
‘બોજ’માં એક.

 ~*~

વેલેન્ટાઈન્સ,
એક થયાં સ્વમાં ને,
ગૂમ સ્વ.માં.