નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: America

“કેમકે…હવે તું રેસમાં નહિ, પણ ‘રેશમા’ છે.”

Ruta_Desai

જસ્ટ ઈમેજીન!…..જે યુનિવર્સિટીમાંથી…

જાવા લેન્ગવેજના શોધક જેમ્સ ગોસ્લિંગ, ખાંટુ ગણિતજ્ઞ જોહન નેશ, ફોટોશોપ સોફ્ટવેરના સ્થાપક ચાર્લ્સ ગેશ્ક અને પેલો જગવિખ્યાત ‘ધ લાસ્ટ લેક્ચર’ બુકનો ઇમોશનલ વક્તા પ્રોફેસર રેન્ડી પોશ નીકળ્યા હોય…

એવી અમેરિકાની કાર્નેગી-મેલોન યુનિવર્સિટીમાં ગુજ્જુ છોરી (ફોટોમાં) ઋતા દેસાઈ જ્યારે રોબોટિક ટેકનોલોજી સાથે કાંઈક ઈનોવેટિવ કરી બતાવે ત્યારે માત્ર અનાવિલ જ્ઞાતિનું જ નહિ, પણ આખા ગુજરાતનું, પુરા દેશનું માર્કેટિંગ આપોઆપ થઇ જાય.

અમદાવાદ અને સુરતમાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી ઋતાએ તેની ટેરેફિક ટેક્નિકલ સ્કિલ્સ વડે ગૂગલ- સાયન્સ જીનિયસની સ્કોલરશિપ મેળવી. તેના જોર પર કાર્નેગી-મેલોન યુનિવર્સિટી (CMU)માં બિન્દાસ્ત એન્ટ્રી લઇ રોબોટનું એડવાન્સ લેવલનું જ્ઞાન મેળવવાનું શરુ કર્યું.

સર્ચ-રિસર્ચના દરિયામાં ડૂબકી મારી ખુદના પેશનને રોબોટ જેવું હાઈપર બનાવી દીધું. અને એટલે જ લેટેસ્ટ સમાચારકે અનુસાર તેણે તેની ટિમવર્કથી રોબોટિક-ડેવેલોપમેન્ટ કીટ તૈયાર કરી છે. જે રોબોટિક્સ-ટેકને ઘણી સિમ્પલ બનાવી શકવાનો પાવર ધરાવે છે.

તેના દ્વારા આપણને ગમે એવો રોબોટ પળવારમાં ડિઝાઈન કરી શકીએ છીએ. (જાણે કોમ્પ્યુટરની કોઈ ગેમ રમતા હોઈએ તેમ). તે કેવી રીતે ચાલશે-ફરશે-અડશે-દોડશે કે વિભિન્ન કાર્યો કરશે એ બધું જ આપોઆપ તે સોફ્ટવેર જ સમજી જાય અથવા સમજાવતું જાય.

(ટૂંકમાં પ્રાથમિક શાળાના બાળકોને પણ પોતાનો નાનકડો રોબોટ બનાવવામાં કોઈ મધર-સિસ્ટર ન રોકી શકે એવો અલ-મસ્ત પ્રોગ્રામ છે.)

એનું એક સિમ્પલ કારણ છે કે: “સમસ્યાને હલ કરવાની કુતુહલ વૃત્તિ અને કામ પ્રત્યેની ફનાગીરીના સ્વભાવને લીધે જ બાહોશ અનાવિલ રત્નો પાકે છે.” -આવું મુરબ્બા જેવાં મારા પ્રિય દોસ્ત Amit Desai તેમના ઉજાશ મેગેઝિનમાં જણાવે છે.

આપણે ઋતાને ઝાડ પર ચડાવવી નથી. કારણકે એ પણ એવા જ જીનિયસ લોહીથી પાકેલી છે જે તેને સતત એક્ટિવ રાખે છે. તમે ઋતાની લાંબી પ્રોફાઈલ તો જુઓ યાર! એવી છે કે મને તો આપોઆપ બોલવાનું મન થઇ આવ્યું કે:

બકુડી, તું જ્યાં છે ત્યાં જ ઠીક છે. તારામાં રહેલા રોબોટીક્સ કીડામાંથી રેશમ પેદા કરતી રહેજે. વખત આવ્યે એનો રેશમી લાભ બીજાં બાળકોને પણ આપજે. જે રીતે ‘કોઈકે’ તને આપ્યો છે. કેમકે હવે તું રેસમાં નહિ, પણ ‘રેશમા’ છે.

(આંસુ વિનાનો) મમતા મોરલો:

“દિકરી….એ પોતાના માતા-પિતા માટે માતૃત્વ લઈને જન્મતી સ્ત્રી છે.” –

ઋતાની પ્રોફાઈલ લિંક: http://www.cs.cmu.edu/~rutad

વિડીયો લિંક: https://youtu.be/PGpTsQtznw4 

#IndianGirl #Innovation #Robotics #Technology

ગન કંટ્રોલથી ગુન્હા કંટ્રોલ?!?!

દોસ્તો,

એક તરફ…અમેરિકામાં ગઈકાલે થયેલી ક્રૂર ‘સ્કૂલ-મેસ્કર’ જેવી સમસ્યા ઉભી થઇ છે ને બીજી તરફ થોડી જ મિનીટ્સમાં…(યેસ દિવસો કોણે જોયા હવે) પ્રે. ઓબામાનું ‘ગન કંટ્રોલ’ ઓનલાઈન પિટીશન બહાર પડી ચૂક્યું છે.

આ બંને બાબતો એ ગઈકાલથી સોશિયલ મીડિયા પર સુપર વાઈરલ અસર બતાવી દીધી છે. ઓબામાએ આંસુ સાથે તેના સૌ અમેરિકન્સને ખાસ નિવેદન બહાર પાડ્યું છે કે “તમે સૌ આ પિટીશન પર મેક્સિમમ સાઈન કરી આ બંદૂકી કાયદાને કડકમાં કડક અમલમાં મુકવા અમારી ગવર્નમેન્ટને સાથ આપો.”

માની શકું કે આ લખાય છે ત્યાં સુધીમાં બીજા હજારો હજારો લોકોએ http://1.usa.gov/UGCHXM પર સાઈન કઈ દીધી હોવી જોઈએ.

આ સ્થિતિ પર હવે “આ ઘટના જોયા પછી તમારા બાળકો સાથે કઈ રીતે વાત કરશો, વર્તશો?” જેવા લેખો અને કોર્સ પણ ઓનલાઈન આવી ગયા છે. ચક્રો ગતિમાન છે. ત્યાં પ્રાર્થના હવે થઇ રહી છે.

આજે મને એક બાબત ખૂબ ગમી છે.

કેટલું ઝડપી?- સોશિયલ મીડિયાનો માત્ર RIP,….OH So Sad!…OMG! It’s Very Bad! જેવી ખોટેખોટી કોમેન્ટ્સને બદલે આવા નિર્ણયાત્મક પગલાં લેવામાં ઉપયોગ થાય તો કેવો સરસ અને અસરકારક ઉપયોગ થઇ શકે!

એ ખરું કે અમેરિકા જેવી બાળકીય કત્લેઆમ ભારતમાં હજુ થતી નથી. (અને એ માટેનો કોઈ ઇન્તેઝાર પણ ક્યાં કરવાનો છે?!?!?) આ તો…બાળકોને જે દેખાય છે એમાંથી એ શીખે છે. ગોળી પર ક્યાં કોઈનું નામ કોતરાયેલું હોય છે?

કહેવાનું તાત્પર્ય આપ લોકો પણ સમજી ગયા હશો.

બસ માત્ર એક સવાલ: આવા નિર્ણયો (સાચે જ લોકશાહી વાળી?!?!) આપણી મૂક-સરકાર આપણા સૌની સમક્ષ ક્યારે મૂકી શકશે?

“નાનકડાં બાળકો તો આવતીકાલ માટેનું તૈયાર થતું સુરક્ષા-લશ્કર છે, એમનું જતન અત્યારથી જરૂરી છે.”
– માતપિતા અને ગુરુ સૈય્યેદના મોહંમદ બુરહાનુદ્દીન સાહેબનું એક વધુ સુપર ક્વોટ.