નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: comedy

દુનિયાનું સૌથી સિરિયસ, સુપર, સદગુણી અને સંતકામ…..

Laughter-the-Best-Medicine

Photo Credit: selfimprovement.help

– મારું માથું સખત દુઃખતું હોય…
– શરીરમાં ઠંડીને લીધે કળતર થતી હોય…
– ઘરવાળી કંટાળીને બહાર જતી રહી હોય (આઈ મીન ખરીદી કરવા)…
– લખવાનું કામ (કરજની જેમ) વધી ગયું હોય…
– વાંચનનો ક્વોટા (પેલી પરીની વયની જેમ) વધતો જ જતો હોય….
– ક્લાયન્ટનું પેમેન્ટ ન આવ્યું હોય કે પછી ક્લાયન્ટ ખુદ પોતે ચાલ્યો ગયો હોય….

ટૂંકમાં, દિમાગની ‘સિસ્ટર મેરેજાઈ’ ગઈ હોય ત્યારે હું એક જ દવા લઉં છું. કપિલ શર્મા શો અને એલન-શોના એપિસોડની.

આ માટે કોઈક ક્રિટીસીઝમ નથી કરવું, કોઈ બણગાં નથી ફૂંકવા, કોઈ કસીદા નથી પઢવા, કોઈ ચરણ નથી રચવું. કોઈ ચર્ચા કે ખર્ચા નથી કરવા.

દેસી માર્કેટમાં કપિલ અને વિદેશી માર્કેટમાં એલન ડી’જેનરસ ઘણાં દર્દીઓને મસ્તીના મરહમથી સાજાં કરે છે. તેમની હાસ્ય-ક્રિયેટિવીટીથી. ખુલ્લાં-દીલીથી, સોશિયલ-મદદથી.

(યાર ! ગાલને પણ દર્દ થાય કે નહિ?!?!) છતાં ગાલનેય ગાળ બોલીને ચુપ કરી લેંઘાનું નાડુ ઢીલ્લું કરીને આ લોકોને માણવાની મઝ્ઝા એટલે…આહથી વાહની સફર !!!

આ કપિલ સાચે જ ‘હાસ્યદેવ’ બની ચુક્યો છે. લગાતાર ફટકાબાજી કરતો જાય છે. મને તેના વિશે ઘણું કહેવાનું, જાણવાનું અને માણવાનું મન થયા કરે છે. અને કેમ ન થાય?! – આ માણસ માજીનેય સાજી કરી નાખે છે. ડોસીનેય ડ્રેસી કરી નાખે છે. દવાખાને ગયા વિના તેના ટીખળી સ્વભાવની ટીકડી આપતો જ જાય છે…..

એ જ રીતે અમેરિકામાં વર્ષોથી એલન ડી-જેનરસ પણ તેના અખૂટ-હાસ્ય ડોઝ દ્વારા પ્યુનથી લઇ પ્રેસિડેન્ટને ગાંડા બનાવે છે. તેની વાત આવનારાં કોઈક પોસ્ટમાં કરીશ. અત્યારે માત્ર એટલું જ કે… ક્રિયેટીવીટીનો અલીબાબી ખજાનો એટલે એલેન.

મેડીકેશન મોરલો:

“દુનિયાનું સૌથી સિરિયસ, સુપર, સદગુણી અને સંતકામ…કોઈકને હસાવવું.”

Advertisements

કેટલાંક નવા પ્રકારના ડર…

ડર કેટલાં પ્રકારના છે?….એ વિષય પર વિદ્યાર્થી શ્રી. મુર્તઝાચાર્યનો અભ્યાસ ચાલતો હતો. ત્યારે આજની કેટલીક પરિસ્થિતિઓ જોતાં તેમણે કેટલાંક નવા પ્રકારના ‘ડર…ભય’નો પણ સમાવેશ કરવાનું સૂચન કર્યું છે….જેમ કે…

કાંઈક બોલવાનો ડર :

મ.મો.ફોબિયા

કાંઈક ન બોલવાનો ડર:

ન.મો.ફોબિયા

કાંઈક ન બોલીને પછી બોલાવાનો ડર:

‘બહુ’ફોબિયા

ખોટેખોટું સાચું બોલવાનો ડર:

‘બાલ’ફોબિયા

વન રન કરવાનો ડર:

‘ટેન’ડૂલફોબિયા

અરે હા!…ચોખા સંતાડવાનો ડર?:

‘તાંદૂલ’ફોબિયા

ગાઈ ન શકવાનો શક કે ડર?:

‘હિમે’(શ્શ્શ્સશ)ફોબિયા

જડબાતોડ જવાબ ન દેવાનો ડર:

ઇન્ડિયાફોબિયા

પકડાઈ ગયા પછી ચહેરો સંતાડવાનો ડર:

ફેસોફોબિયા

પકડાયા વગર ચહેરો સંતાડવાનો ડર:

ફેસબુકફોબિયા

બાળકને નામકરણ કરવાનો ડર:

ફોઈબાફોબિયા

‘રામ’ જેવા ‘નિર્મલ’ ન થઇ શકવાનો ડર:

‘બાબા’ફોબિયા

એકે હજારા રહેવાનો ડર:

‘અન્ના’ફોબિયા

કોમેન્ટ લખવાનો ડર:

ફિડબેકફોબિયા

‘લાઈક’ કરવાનો ડર:

‘લાઈ’ફોબિયા

સ્ટેટસ અપડેટ કરવાનો ડર:

લાઈવફોબિયા

કોમેન્ટ કે અપડેટ વાંચ્યા પછી ગુસ્સો કરવાનો ડર:

‘લાફો’બિયા

ને હવે…. જેમને ભીંત પર(વોલ) પર લખવાનો ડર હોય એને …..(અરે વોલોફોબિયા નહિ રે ભાય !)…પણ ‘ભયભીંત’