નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: humor

ક્યાં છે આવાં ‘રામા-ક્રિષ્ના’?

TR-MAX

જેમ ‘ફૂટ’પાથ સાહિત્યના ઢગમાંથી કેટલાંક પુસ્તકો ‘સોલ પાઠ’ રૂપે મળી આવે છે એ જ રીતે સિરિયલ્સના ઢગલાંની વચ્ચે તેનાલીરામા સિરિયલે તેની મજેદાર ઓળખ બનાવી છે.

મન-મગજ, મસ્તી-મનોરંજન, માહિતી, મહોબ્બત, મહારાજી, મંત્રી-મૈત્રી મંડળ, માતૃભાવના જેવાં કેટલાંય ‘મમ’ તત્ત્વોનું બ્રાન્ડિંગ કરતા પંડિત રામા-ક્રિષ્ના, મહારાજ ક્રિષ્ણ દેવરાય, રાજગુરુ તથાચાર્ય, મંત્રી તિમારૂશુના પાત્રોએ વિજયનગર સામ્રાજ્યનું સુપર્બ રી-પ્રેઝેન્ટેશન કરી બતાવ્યું છે.

ગમે તેવી પરિસ્થિતિમાં પણ સતર્કતા, પ્રોટોન જેવો પોઝિટિવ એટીટ્યુડ, હિમાલય કરતા પણ ઊંચું લક્ષ્ય, માલિક પ્રત્યેની સંપૂર્ણ વફાદારી, કામ કરીને બતાવાતો દેશપ્રેમ તેમજ આ બધાથી પણ બુલંદ ‘ખુદની અંદર રહેલા ખુદા પર પુરેપુરો ભરોસો’ રાખતો સાવ લો-પ્રોફાઇલી ભોળો તેમજ સુપર ચતુર રામાક્રિષ્ના….બીરબલ જેવાં રત્નોમાં સ્થાન પામી આપણને ઘણું બધું શીખવી રહ્યો છે.

ભલેને અલગ-અલગ (જૂની) ઘટનાઓનું ક્રિયેટિવ કોમ્બિનેશન કરી રી-પેકેજીંગ કરવામાં આવ્યું છે, છતાં તેને પણ હળવું ફૂલ અને હટકે બતાવી ડાયરેક્ટર અભિમન્યુસિંઘે તેની ટેલેન્ટને જાળવી રાખી છે.

અને એટલે જ રામાયણ, મહાભારત, ભારત એક ખોજ, ટીપું સુલતાન સિરિયલ્સ પછી આજે તેનાલીરામા પ્રાઈમરી ટેક્સ્ટ બૂકની ગરજ સારે છે. બેશક! કપિલ શર્માના ‘પાસ્ટ’ એપિસોડ્સ, અને તેનાલીરામાના ‘કરંટ’ એપિસોડ્સ મારા મતે મનોરંજનની બેસ્ટ દવા છે.

અત્યારે દેશને ક્રાઇમ ‘પેટ્રોલ’ની નહિ, પણ તેનાલીરામના તેલની ઘણી વધારે જરૂર છે. ‘ચોટી બાંધવા’ ! 👳‍♀️

(Photo Credit: YouTube)

કેટલાંક નવા પ્રકારના ડર…

ડર કેટલાં પ્રકારના છે?….એ વિષય પર વિદ્યાર્થી શ્રી. મુર્તઝાચાર્યનો અભ્યાસ ચાલતો હતો. ત્યારે આજની કેટલીક પરિસ્થિતિઓ જોતાં તેમણે કેટલાંક નવા પ્રકારના ‘ડર…ભય’નો પણ સમાવેશ કરવાનું સૂચન કર્યું છે….જેમ કે…

કાંઈક બોલવાનો ડર :

મ.મો.ફોબિયા

કાંઈક ન બોલવાનો ડર:

ન.મો.ફોબિયા

કાંઈક ન બોલીને પછી બોલાવાનો ડર:

‘બહુ’ફોબિયા

ખોટેખોટું સાચું બોલવાનો ડર:

‘બાલ’ફોબિયા

વન રન કરવાનો ડર:

‘ટેન’ડૂલફોબિયા

અરે હા!…ચોખા સંતાડવાનો ડર?:

‘તાંદૂલ’ફોબિયા

ગાઈ ન શકવાનો શક કે ડર?:

‘હિમે’(શ્શ્શ્સશ)ફોબિયા

જડબાતોડ જવાબ ન દેવાનો ડર:

ઇન્ડિયાફોબિયા

પકડાઈ ગયા પછી ચહેરો સંતાડવાનો ડર:

ફેસોફોબિયા

પકડાયા વગર ચહેરો સંતાડવાનો ડર:

ફેસબુકફોબિયા

બાળકને નામકરણ કરવાનો ડર:

ફોઈબાફોબિયા

‘રામ’ જેવા ‘નિર્મલ’ ન થઇ શકવાનો ડર:

‘બાબા’ફોબિયા

એકે હજારા રહેવાનો ડર:

‘અન્ના’ફોબિયા

કોમેન્ટ લખવાનો ડર:

ફિડબેકફોબિયા

‘લાઈક’ કરવાનો ડર:

‘લાઈ’ફોબિયા

સ્ટેટસ અપડેટ કરવાનો ડર:

લાઈવફોબિયા

કોમેન્ટ કે અપડેટ વાંચ્યા પછી ગુસ્સો કરવાનો ડર:

‘લાફો’બિયા

ને હવે…. જેમને ભીંત પર(વોલ) પર લખવાનો ડર હોય એને …..(અરે વોલોફોબિયા નહિ રે ભાય !)…પણ ‘ભયભીંત’