નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: Thank You

૧૦ બાબતો માટે ‘Thank You’ કહેવું ગમશે….

2-hands-Love

આમ તો વારંવાર ‘અલ-હમ્દુલિલ્લાહ’ બોલતા રહેવાની આદત છે એટલે દરરોજ Thanks Giving Day‘ ઉજવાઈ જાય છે. પણ આજે થયું કે…દુનિયાકે સાથભી ચલ શકતે હૈ તો…ચલે !!! તો પેશ-એ-ખિદમત…..

આ ૧૦ બાબતો (મારા ખુદાને, ને પછી ખુદને) માટે ‘Thank You’ કહેવું ગમશે….

1. ‘પેલ્લામાં પેલ્લું’…..મા-બાપજીએ મને માણસ તરીકે પેદા કરાવ્યો….Thank GOD!

2. આ ખુદને અને ખુદાને સમજવા માટે ‘સમજણ’ આપી.

3. એ સમજણને રાખવા માટે મસ્ત મજ્જાનું જમણ આપ્યું.

4. જમણની સાથે આખા બોડીને ખુલ્લું ફેલાવી શકું એટલી જગ્યાવાળું, હવા-ઉજાશવાળું ઘર આપ્યું.

5. ઘરમાં પણ ‘બિન્દાસ્ત રીતે નાડુ ઢીલ્લું રાખી રહી શકું એવાં લેંઘા-ઝભ્ભા અને ચેઈન-રિએક્શનવાળી પેન્ટ-શર્ટ જેવાં પોશાક બોનસમાં મળ્યા.

6. આ બધું એકલા-એકલા ‘ઉજવી’ને બોર ન થઇ જાઉ એટલા માટે સોજ્જા સગાં-વ્હાલાં આપ્યા. અને એમાંય મેગા-બોનસ પેક અને મેઇડ-ઇન-મોમેન્ટ્સ જેવાં મજ્જેદાર મિત્રો મળ્યા.(આમાં બૈરી, બચ્ચાં, બૂન બધ્ધા આવી ગ્યા)

7. નવી-નવી ટેકનોલોજી સાથે હાથ મિલાવી શકીએ એ માટેનું મન-મગજ અને મિજાજ મળ્યા.

8. નંબર-૭માં રહેલાં અઢળક પોઈન્ટ્સને સમજી તેને ‘એક્સપ્રેસ’ કરવા માટે લખવા-વાંચવા, જોવાં-સાંભળવાની સ્કિલ્સ આપી.

9. નંબર-૮ને વિકસાવવા માટેના વિવિધ હાર્ડવેર-સોફ્ટવેર અને પ્લેટફોર્મ્સ મળ્યાં. (એ પણ ‘ઓટો-અપડેટ’ની સુવિધા સાથે)

10. વાહ !!…વાઉ !!! માત્ર ૧૦ પોઈન્ટ્સમાં ‘Thank You’ કહી શકું એટલી વાઈબ્રન્ટ મોમેન્ટ્સ પણ આપી…..

Oh! My GOD! LOVE YOU !!!

મહેરબાની મોરલો:

” ચહેકતા આંગન, મહેકતા ધંધા,
ઔર ક્યા માંગે અલ્લાહકા બંદા !”

દુનિયાનાં સૌથી પાવરફૂલ શબ્દોમાંનો એક શબ્દ…

Change of Money To Give...

ગઈકાલે એક સુપર-માર્કેટમાં સુપર્બ ઘટના જોઈ.

ત્યાંના કેશ-કાઉન્ટર પર મારી આગળ એક જુવાનીયો હાથમાં અડધો લિટર દૂધનું પેકેટ લઈને ઉભો હતો. (પીઠ પર ભરાવાતી હેવસેક બેગમાંથી નીકળતી લાંબી ફૂટપટ્ટીથી કદાચ એમ કહી શકું કે એ સ્ટુડન્ટ આર્કીટેક્ટનો હશે.) કેશિયરે ચુપચાપ તેનું પેકેટ સ્કેન કરી બિલનાં સાડા ચાર પાઉન્ડની મૂક માંગણી કરી.

જુવાને તેના ખિસ્સામાંથી એક-એક પાઉન્ડનાં ચાર સિક્કા અને અડધા પાઉન્ડનો એક સિક્કો તેના હાથમાં મુક્યા. પણ ત્યાં જ…
કાઉન્ટરની નજીક સૂટમાં ઉભેલો (મેનેજર લાગતો) એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને કેશિયરને બિલ હોલ્ડ કરવા જણાવ્યું. પછી મને કહ્યું કે “માફ કરશો માત્ર ૨-૩ મિનીટ્સ મોડું થશે. તમને વાંધો ન હોય તો……..એમ કહી પેલા જુવાનને બાજુ પર લઇ ગયો.

બે મિનીટ બાદ, એ મેનેજરનાં હાથમાં દૂધનાં બીજાં ત્રણ પેકેટ્સ, બ્રેડ-બટરનું એક મિડીયમ સાઈઝ પેક, અને અડધો કિલો એપલનું પેક લઈને પાછો એ જુવાન પાસે આવ્યો અને કહ્યું:

“મને ખબર છે, મહિનાના આખરી દિવસો છે એટલે પૈસાની ખેંચ હોય એ સામાન્ય બાબત છે. પણ ધ્યાન રહે કે પૈસા કરતા પણ તારા જેવા સ્ટુડન્ટની હેલ્થ વધારે મહત્વની છે. આટલું જરૂરી લાગે તો તેનું પેમેન્ટ પછી કરજે. કોઈ ઉતાવળ નથી. અહીં મારા એકાઉન્ટમાં હું ‘જમા’રાખું છું. જો હજુયે બીજું કાંઈ જોઈતું હોય તો મને બોલ.”

પેલો સ્ટુડન્ટ શું બોલે? જરૂરી થોડું છે કે આવી દરેક નાનકડી ઘટનાઓ ‘બ્રેકિંગ ન્યુઝ’ તરીકે બહાર આવે?

જ્યાં ‘ફાઉન્ડેશન’ વિશે ભણવાનું હોય ત્યાં આવાં જુવાનીયાઓને તેનો ‘પ્રેક્ટિકલ પાઠ’ જોવા મળે ત્યારે તેમના દિમાગથી બનતા પ્રોજેક્ટ્સની આવરદા લાંબી તો ખરી, બહુ ઉંચી પણ થવાની, ખરું ને?

‘પૌષ્ટિક પંચ:

“દુનિયાનાં સૌથી પાવરફૂલ શબ્દોમાંનો એક ‘H E L P’, જે ક્યારેય પણ…કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સંજોગોમાં એનકેશ થઇ શકે છે. હાલોપ !!!!!”

(Image Credit: independent.co.uk)

‘રોઝી’રોટી’ વાળી એક વાઈરલ ઘટના…

Colorful Roses

ન્યુયોર્કની એક ભરચક સબ-વે ટ્રેઈનમાં એક બાઈ (જે મૂળ ફ્રાંસની છે.) રંગબેરંગી ગુલાબો વેચી રહી છે. એક ખરીદાર તેની પાસે આવી પૂછે છે કે” આ ટોપલામાં કૂલ કેટલાં ગુલાબ છે, અને તું આ એક ગુલાબ કેટલામાં વેચે છે?” –

“૧૪૦ જેટલાં છે. તેને હું એક ૧ ડોલરમાં વેચું છું.” – બાઈ જવાબ આપે છે.

“લે આ મારા ૧૫૦ ડોલર્સ. મને દસના ચેન્જ ન આપીશ. ને હવે આ બધાં જ ગુલાબોને વેચીશ નહિ, પણ ટ્રેઈનમાં રહેલાં ૧૪૦ મુસાફરોને વ્હેંચી દેજે…સાવ મફતમાં !!! એમ સમજજે કે આજે ખુશીનો દિવસ છે. ઓકે? ” – બોલી પેલો અજાણ્યો મુસાફર ભીડમાં ક્યાંક અલોપ થઇ જાય છે.

હવે એક તરફ ગુલાબ વેચતી આ બાઈના હાથમાં ડોલર્સ આવ્યા છે. બીજી તરફ આંખોમાં ખુશીના મૂલ્યવાન આંસુઓ ટપકી રહ્યા છે. ને મોં માંથી નાનકડી બૂમ પડી રહી છે. “લઇ લો આ ગુલાબો હવે…..સાવ મફત !!!” – ને ત્રીજી તરફ ત્યાં હાજર રહેલાં મુસાફરોનાં ચહેરાઓ પર હાસ્ય ફરી વળ્યું છે.

‘રોઝ’ જેવી અનેક વસ્તુઓ દ્વારા ચંદ સેકન્ડ્સમાં આવી ‘રોજી’ વાળી સેંકડો ઘટનાઓ દુનિયામાં લાખો લોકોની વચ્ચે ‘રોજ’ ક્યાંકને ક્યાંક બનતી જ રહેતી હશે. કેમ કે ‘હેપીનેસ’ છે જ એવું સુગંધીદાર કે તેની વાઈરલ અસર ફેલાતી રહે છે ! ખરું ને? –

તો દોસ્તો, હવે બોલો ‘રોઝી’રોટી’ યુક્ત આવી કોઈક ઘટના આજે તમને પણ ખુશી નામના વાઈરસ સાથે ફેલાવવી ગમશે?

લેવિટટાઉનમાં થયેલી ‘લવ’ની લેવી-દેવી…

MobCash_Man- Avi

ન્યૂયોર્કમાં એક નાનકડું ટાઉન છે.: લેવિટટાઉન. ત્યાં એક સ્ટેશનરી અને જનરલ પ્રોડકટ્સ સ્ટોર છે. જેના માલિક છે, અવિનાશ ગાંધી. અને તેમને સાથ આપતી પત્ની ભારતી ગાંધી.

લગભગ ૫૦+ વર્ષિય ગુજ્જુ અવિનાશભાઈએ તેની બોલવાની મિઠાશથી ‘એવું’ મજાનુ સ્નેહભર્યું વાતાવરણ રચ્યું છે કે તેના ગ્રાહકોમાં વર્ષોથી તે ‘એવિ’ તરીકે લાડકા છે. તેમણે તેમનાં રેગ્યુલર ગ્રાહકો સાથે એવો ઘરોબો કેળવ્યો છે કે…તેઓના નાના બાળકોનું ભણતર, તેમની રોજીંદી જરૂરીયાતો, તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વિશે સતત અપડેટ્સ મળતું રહે છે.. અને જરૂર પડ્યે એવિભાઈ તેમને માનસિક કે મનીવાઈઝ માઈક્રો મદદ પણ કરતા રહે.છે. (ઘણું ચ બધું ઠોરાંમાં સમજી જાશો.).

હાં ! …તો હવે થોડાં જ વર્ષ અગાઉ એવિભાઈના પત્ની ભારતીબેનને કેન્સરનું નિદાન થયું. પ્રથમ સ્ટેજમાં હતું એટલે સારવાર તો સમયસર થઇ ગઈ. પણ તેનાથી અવિનાશભાઈની ઘણી સારી એવી મૂડી ધોવાઈ ગઇ. ને વખત એવો આવ્યો કે તેમને વર્ષો જૂની આ દુકાન વેચવાનો કઠોર નિર્ણય લેવો પડ્યો.

તેમના રેગ્યુલર ગ્રાહકોમાંનો જ એક ક્રેઈગ ડેનિશને આ વાતની ખબર પડી. તેણે તેની પત્ની સેલેસ્ટે સાથે મળી એક (મદદગારી) ત્રાગું રચ્યું. બેઉએ એવિ-ભારતીને ખબર ન પડે એ રીતે છુપા રૂસ્તમ બનીને ફેસબૂક પર વિકેન્ડનો એક દિવસ નક્કી કરી ઇવેન્ટ બનાવી.: ‘મોબકેશ- ટુ હેલ્પ એવિ.’

લગભગ ૧૦૦થી વધુ લોકોએ તેને કન્ફર્મ કરી નક્કી કર્યું કે એવિનાં આવાં મુશ્કેલી ભરેલા સમયમાં ભેગા મળી સ્ટોરમાં એક સાથે ‘ખરીદીનો હૂમલો’ કરવો અને ધૂમ મચાવી બધી જ પ્રોડકટ વેચી મરાવવી. જેથી કરીને તેને સ્ટોર વેચવાની નોબત ન આવે.

ને બસ….બેનર્સ-પોસ્ટર્સ-ડેન્ગલ્સ પર ‘એવિ, વી લવ યુ’ ના નારા સાથે શરુ થઇ ‘એ વિ’કેન્ડી ઇવેન્ટ. એવિભાઈ અને ભારતીબેનના મહિનાઓથી રોકાયેલાં (દુઃખદ) આંસુઓ અનહદ ખુશીના આંસુઓથી રોકિંગ થઇ આવ્યા.

આવી સોજ્જી ઇવેન્ટ રચેલા ક્રેઇગ અને તેની પત્નીની ખુશીનું શું પૂછવું?- તેણે તો આખી આ ઘટનાને ૧૦ મિનીટની મુવી-ક્લિપમાં ફેરવી નાખી. જેમાં એવિ અને તેના ગ્રાહકોની અમેરિકન-ગુજ્જુ મોહબ્બતની આપ-લેનું અનોખું દ્રશ્ય જોવા મળે છે જ. પણ અંતમાં તેમનું ગુજરાતી હોવાની સાબિતી આપતું વાક્ય જોઈ ખુદ તમે પણ બોલી ઉઠશો.: “મઝા આવી ગઈ !”

દોસ્તો, આપણા સૌ જોનાર માટે આ ક્લિપ કદાચ નાનકડી હોઈ શકે. પણ તેમાં રહેલો સંદેશો ઘણો મોટો છે. અને મારી આજે ખાસ ઉમ્મીદ અને અપિલ છે કે….જોતા પહેલા આજની આ પોસ્ટમાં ખીલેલા મોહબ્બતનાં મૂવિ મોરલાને શક્ય એટલી લાઈક અને શેર કરી ખીલવવા દેશો. એટલાં માટે કે અહીં પણ અવિનાશભાઈનો ‘ગાંધી’ માર્ગ જ ‘અટક’માં આવ્યો છે.

બાળકને ચોરી કરતા શીખવજો…..

Soft_Pillow_in_Plane

“અબ્બાજાન, આ નાનકડો તકિયો કેટલો સોફ્ટ અને ફાઈન છે, ને? જો આપણે ઘરે લઇ જઈએ તો હું તો દરરોજ એના પર જ માથું મુકીને સુઈ જાઉં.”

– પ્લેનની એક સફર દરમિયાન મારા નાનકડા દિકરાએ મને આવા એક લલચામણા સવાલ સાથે ઈમોશનલ ઓફર મૂકી.

“અબ્બાજાન, જલ્દી કરો ને. થોડીવારમાં તો આપણે લેન્ડિંગ કરીશું. પછી પેલા આંટી આવશે તો તકિયો પાછો લઇ જાશે અને આપણને લેવા નહિ મળે. ચલો લઇ લો !…………..ઓકે હું લઇ લઉં?. પછી તમે એને આપણી હેન્ડબેગમાં મૂકી દેજો. કોઈને ખબર નહિ પડે.”

– દિકરાની એ ખુશી તો જાણે મારા માટે લાકિંમતી હતી. એટલે જ પ્લેનની સીટ પર રહેલા એ નાનકડા અને સોફ્ટ તકીયામાં અમારા બંનેનું દિલ અને મગજ ભરાઈ ગયા હતાં. પણ એક તરફ લેવાની (કે ચોરવાની?) નાનકડી લાલચ અને બીજી તરફ એક માસૂમની માંગણી વચ્ચે અજીબ કશ્મકશ રચાઈ. – એમાં આખરે જીત્યું કોણ?

“મારા પ્યારા બચ્ચા ! આવો જ મજ્જાનો તકિયો તારા માટે હું દુકાનેથી ખરીદીને લાવી આપીશ. પણ જો આજે આ તકિયો આ રીતે પૂછ્યા વગર (ચોરી કરીને) લઇ જઈશું તો કદાચ તને સુવામાં મજા આવશે. પણ એ જોઈ મને ઊંઘ નહિ આવે. કેમ કે તેના પર મને દરરોજ એવું વંચાશે: ‘ચોરેલો તકિયો.’ – હવે તું જ બોલ કે તારા અબ્બાજાન સુઈ નહિ શકે તો તને ગમશે?”

“નહિ અબ્બા…..”- જવાબથી દિકરાએ મારા ગાલ ભીના કરી દીધા. આંસુઓથી નહિ પણ તેની નાનકડી અને સોફ્ટ કિસથી….

માસૂમ મોરલો:

બાળકને ચોરી કરતા શીખવજો. યેસ! વસ્તુઓની નહીં, પણ ઈન્સાનના દિલોની. પછી જુઓ કશાયની ખોટ નહિ પડે.

“તુજે મૈ વિદા કરતા હું.. અલવિદા નહિ…”

Taher-Maimoona

“વાહ, આજે પણ એક એવા શ્રવણને જોઈ રહ્યો છું જે હજુયે તેના મા-બાપને બંને હાથોથી ઊંચકીને જાત્રા કરાવે છે.”

લગભગ ૯ વર્ષ અગાઉ મેં જ્યારે મારા એક પરિચિત ભાઈને તેના વૃદ્ધ માતા-પિતા સાથે અહીંની એક મસ્જીદની અંદર જતી વખતે આ ‘દેશી કટ’ મારી ત્યારે એ ખબર ન પડી કે દિકરા પર તેની શું અસર થઇ હશે.

પણ વ્હિલચેર પર બેસેલા ૮૪ વર્ષિય શાંત લાગતા ડોસા-પિતાએ ધીમેથી મોં ઊંચું કરી મારી સામે સ્માઈલ આપી ફકત એટલું કહ્યું: “ઓહ ! તો તમે પણ શ્રવણ વિશે જાણો છો, એમ?!?!?”

બસ એ હતી મારા સૌથી નવયુવાન વૃદ્ધ તાહેરદાદા સાથેની મારી પહેલી મુલાકાત.

ત્યારે તો એમની ‘કબ્રમેં પાંવ લટકાયે બૈઠે હુવે હૈ હમ’ જેવી સ્થિતિ જોઈ વસવસો કરવાના બહુ લાગણીવેડાથી દૂર રહ્યો. એટલા માટે કે તેમના દિકરા સાથે જ થોડી પરિચિતતા હોય તો આ બચારા ડોસાની ઓળખાણ પણ કેટલી?~?~?~

પણ..પણ..પણ…દોસ્તો, માનવ સંબંધોની રહસ્યતા એવી હોય છે કે..ક્યારેય કોઈનો ચહેરો પણ ન જોયો હોય અને એમના કૂલા સાફ કરવા પડે છે…

તાહેરદાદાની સાથે પણ કોઈક અજાણ્યો એવો રિશ્તો કે સિરસ્તો જોડાયેલો હશે. પછી તો અમારી દોસ્તીનો દૌર એવો જામ્યો…એવો જામ્યો કે…તેમને એમના મોટા બાળકો કરતા પણ સૌથી વધારે લાગણીઓ શેર કરવાનો મોકો એમને મારી સાથે પાછલાં ૯ વર્ષમાં મળ્યો છે.

એક જમાનામાં શરૂઆતમાં મુંબઈના ભાંગવાડી સિનેમામાં કેમેરા ઓપરેટર તરીકે અને પછી પ્રોફેશનલ કોર્પોરેટ ફોટોગ્રાફર તરીકેની કેરિયર જમાવી ચુકેલો આ તાહેર જાવી નામનો ‘બુઢ્ઢો’ તેની લાઈફની અનેકાનેક બ્લેક-એન્ડ વ્હાઈટ-રંગીન યાદો, વળાંકો, ઘટનાઓ, સંબંધો. સફરો, ‘સફરિંગ’ની લાગણીઓનો ધોધ એમણે મારા પાડોશી બની વહેવડાવ્યો છે.

મજાની વાત એ બની કે…એમની યુવાનીમાં તેમની સાથે જોડાયેલાં કેટલાંય એવા રિશ્તે-નાતેના નેટવર્ક્સ મારી સાથે પણ સચોટ રીતે સંકળાયેલાં મળી આવ્યા ત્યારે આ રંગીલા દાદુને થઇ આવ્યું કે હું તેમનું ખોવાયેલું બાળપણ બની પાછો આવ્યો છું. સમજો કે તેમણે જોયેલી અદ્દલ ઘટનાઓ અને મારી વર્ણવાયેલી મુદ્દલ યાદોનું બેશુમાર બ્રિજીંગ!

ભૂતકાળી ચિત્કારો, વર્તમાનકાળી ચર્ચાઓ અને ભવિષ્યકાળી ચિંતાઓ સાથે આ ૯ વર્ષોમાં અમે બેઉ દોસ્તોએ એક-મેકના ફેમીલી મેમ્બર્સ સાથે નાનકડું ગ્રુપ બનાવ્યું. જેમાં નાખવામાં આવ્યુ એમના જમાનાની પુરાણી કવિતાઓ, વાર્તાઓ અને કલાસિક સોંગ્સનું મોંણ….જે આજે અમને ચાહે એવી ગરમાગરમ ખુશીઓની રોટલી ઉતરાવી આપે છે…

પણ..પણ..પણ..ડઝનેક શહેરોમાં વર્ષો જીવી ચુકેલો મારો પ્યારો આ તાહેર દોસ્ત મારી પાસેથી (કમબખ્ત એ પણ વેલેન્ટાઈન ડે પહેલા જ) વિદાય થઇ કમ્પાલા (યુગાંડા)માં એમના નાના દિકરા સાથે સ્થાઈ થઇ રહ્યો છે. મારી ‘ના’ આગળ તેઓ હાર્યા નથી. પણ એમની વ્હાલી લાઈફ-ટાઈમ ગર્લ-ફ્રેન્ડ એવી પત્ની મૈમુ‘ના’ની તબિયતને કારણે શરણું સ્વીકારી લીધું છે.

મહિનાઓ અગાઉ બંધ કરેલી એમની બ્લડ-પ્રેશરની ગોળીઓનું પેકેટ ગઈકાલે એમની બેગમાં મજબૂરીથી મુક્યું ત્યારે મારાથી ખુલ્લી ધમકી અપાઈ ગઈ છે.

તાહેર દદ્દુ, તુજે મૈ વિદા કરતા હું.. અલવિદા નહિ. તુજે જલ્દી વાપસ આના હોગા વરના…!” જોઉં છું હવે આ દોસ્ત મને ક્યારે પાછો મળે છે.

તમારું પેરાશૂટ કોણ બાંધે છે?’

Jet Fighter

વિયેતનામ-યુદ્ધ વખતે એક અમેરિકન જેટ-ફાઈટર પાઈલોટ ચાર્લી પ્લમ્બ સાથે એક ઘટના બની.

એક દિવસે ફાઈટ મિશનનું બ્યુગલ ફૂંકાયુ. સેકન્ડ્સમાં તો ચાર્લી તેની છાવણીમાંથી ઉભો થઈ તેનો પાઈલોટ ડ્રેસ-કોડ પહેરી બહાર આવી ગયો. મિનીટ્સમાં છાવણીની બહાર તેના જેવા બીજાં અન્ય પાઈલોટ્સ સાથે તેનું પણ બોડી-સ્કેન થયું અને પીઠ પાછળ પેરાશૂટ પણ ફિક્સ કરી આપવામાં આવ્યું….

ગણતરીની પળોમાં તો ચાર્લી તેના જેટફાઈટરને લઇ ગગનમાં ગૂમ થઇ ગયો. તેની મનોસ્થિતિમાં એટલું ધ્યાન કે તેનું મિશન શું છે? પણ બાજી ગોઠવે ત્યાંજ….પ્લેનની પાછળ એક જબરદસ્ત બ્લાસ્ટ થયો. જમીન પરથી છોડવામાં આવેલા કોઈક મિસાઈલે તેના પ્લેનને ભડભડતા બોમ્બમાં ફેરવી દીધું.

ચાર્લીની એટલી સૂઝ બાકી રહી કે પેરાશૂટ ખોલીને તે સીધો પ્લેનમાંથી કૂદી પડ્યો. પણ જે જગ્યાએ તે સલામતીથી પડ્યો હતો ત્યાં દુશ્મનોએ તેને યુદ્ધકેદી તરીકે પકડી લીધો. અને એ બાદ લગભગ ૬ વર્ષ સુધી…એક ગૂમનામ ઝિંદગીમાં ગરકાવ થઇ ગયો.

ઘણાં વર્ષો પછી…

અમેરિકાના કોઈક થિયેટરની રેસ્ટોરન્ટમાં ચાર્લી તેની પત્ની સાથે બેઠો હતો. દૂર બીજા એક ટેબલ પાસે એક અજાણ્યો માણસ ક્યારનો તેને તાકીને જોયા કરતો હતો. ચાર્લીને થોડું અજુગતું લાગ્યું. પણ એવા ચેહરાંઓ પાછળ રિસર્ચ કરવાનો કોઈ મતલબ? – પણ થોડી મિનીટ્સ બાદ..

“સર ! તમે ફાઈટર પાઈલોટ ચાર્લી પ્લમ્બ છો ને?, તમે વિયેતનામના યુદ્ધમાં શામેલ હતાં ને?, તમે જ પેલો ‘ટોપ ગન’ ડ્રેસ ચડાવીને દોડતા બહાર આવ્યા હતાં ને?, તમે જ ‘કિટ્ટી હોક’ નામના ફાઈટર પ્લેનમાં પળવારમાં સચેત થઇ ઘૂસી ગયા હતા ને?….”

ચાર્લી સવાલોની મશીનગન સામે માત્ર ‘યેસ! યેસ! યેસ!’ સિવાય બીજું શું બોલી શકે? છતાં એક સવાલ તેણે પૂછ્યો કે.. “દોસ્ત, તું મારા વિશે આટલી બધી જાણકારી રાખે છે તો એ તો બતાવ કે તું ત્યાં શું કરતો’તો?”

“સર! હું એ જ સૈનિક છું, જેણે આપની પીઠ પર પેરાશૂટ બાંધ્યું હતું. પણ આપ ખૂબ ઉતાવળમાં હતા એટલે કદાચ આપને વિદાય કરવાનો સમય મળ્યો ન હતો. પછી અમને ખબર મળ્યા કે આપનું પ્લેન હવામાં ક્રેશ થઇ ગયું હતું. પછી કોઇજ સમાચાર મળ્યા નહિ. પણ આજે આપને જોઈને…..”

“ઓહ દોસ્ત! તો તું એ જ છે જેણે પેરાશૂટ બરોબર બાંધી મારો જાન બચાવ્યો છે????. જો એ ન બંધાયો હોત તો…આહ! તારા થકી આજે હું જીવતો છું. ત્યારે તો મેં તને થેંક્યું પણ ન કહ્યું….આજે હું તારો અભાર કઈ રીતે…??!?!?!?!!?!?!?!?”
~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-

મદદગારી મોરલો:

” આપણી ‘ઝિંદગીના ઉડ્ડયનમાં’ પણ કોણ જાણે કેટલાંયે એવાં હશે જેઓએ આપણી પીઠ પાછળ પેરાશૂટ બાંધી આપ્યું હશે. જો એવું કોઈ ‘પીઠબળ’ યાદ આવી જાય તો…એમને આજે…‘થેંક્યુ’ કહેવા જેવું ખરું ને? “

દુવાની અસર…

દોસ્તો,

એ સત્ય ઘટના થોડાં વર્ષો પહેલા અમિરાબેન સાથે બની હતી. અને તેમના દ્વારા એ વાર્તારૂપે મારી ડાયરીમાં ઉતરી પણ આવી.

આજે ખાસ અક્ષરનાદ.કૉમ માટે તેને શબ્દ તેમજ સ્વરમાં બાંધી આપ લોકોની સાથે શેર કરી રહ્યો છું.

http://aksharnaad.com/2013/06/24/effect-of-doa/

અક્ષરનાદ પર પબ્લિશ કરવા માટે અઝીઝી દોસ્ત જીગ્નેશભાઈ અધ્યારૂનો તહે દિલથી શુક્રિયા…

” થેંક યુ એષા !”

Esha Khare

પ્લગ ભરાવો અને ૨૦ સેકન્ડ્સમાં જ મોબાઈલની બેટરી ચાર્જ….

દોસ્તો, થોડાં મહિનાઓ બાદ જો આવી સુપર-ફાસ્ટ મોબાઈલ ચાર્જિંગ સહુલિયત આપણને મળતી થઇ જાય ત્યારે એક વાક્ય બોલવું પડશે… “થેંક યુ એષા.”

મિસ એષા ખરે. ગઈકાલ સુધી અજાણ્યું રહેલું આ નામ આજે રાતોરાત ટેકનોલોજીના ક્ષેત્રે ખરુ ઉતર્યું છે. ૧૮ વર્ષની આ ભારતીય અમેરિકન દિકરીએ એવા LED based સુપર-ચાર્જરની શોધ કરી છે. જેના કારણે ગઈકાલે જાહેર થયેલા ઇન્ટેલ ફાઉંડેશન ઓફ યંગ સાયન્ટિસ્ટનો ૫૦,૦૦૦/- ડોલર્સનો એવોર્ડ આ ‘ખરે’બૂન ખાટી ગઈ છે.

વારંવાર ખલાસ થતી તેની મોબાઈલ બેટરીને કારણે દિમાગથી ડિસ્ચાર્જ થતી એષાએ થોડાં જ મહિનાઓ પહેલા જોયું કે માર્કેટમાં હજુ સુધી એવી કોઈ બેટરી નથી કે જેને લીધે પળવારમાં મોબાઈલમાં જાન લાવી શકાય. બસ એક ધૂન સવાર થઇ અને તેને સાથ આપવા માટે તે અરસામાં ઇન્ટેલ કંપનીએ તેનો યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ પ્રોગ્રામ જાહેર કર્યો.

પહેલા દિમાગને અને પછી તેની સ્કૂલમાં શીખેલા ઇલેક્ટ્રોનિક્સના જ્ઞાન વડે સુપરકેપેસિટર્સની ડિઝાઈન કરી તેને પાવરપેક બનાવી એષાએ આ ટેકનોલોજીને ઇન્ટેલના વિજ્ઞાન-મેળામાં પ્રદર્શિત કરી.

મોબાઈલ મોરલો:

“દિકરો કે દિકરી ‘બારમું’ ભલે કરે. પણ તેમના દિમાગનું ‘તેરમું’ ન થાય એટલો સાથ-સહકાર જરૂર આપશો.”

માઠા સમાચારોનું એક નાનકડું માવઠું !

|
ઉહ્ફ!…. શમશાદ બેગમ ૯૪ વર્ષની વયે ગઈકાલે વિદાય થઇ ચુક્યા. લેટેસ્ટ ટેકનોલોજીની આ દુનિયામાં મન અને મગજ પર નોસ્ટાલ્જિક અસર જન્માવનાર બુલબુલકંઠી શમશાદજીને હું બાળપણથી સાંભળતો આવ્યો છું. – અલ હમ્દ!

એમના અમર રહેનાર ઓલમોસ્ટ બધાં જ ગીતો ગમતા. પણ વર્ષો પહેલા ઓલ-ઇન્ડિયા રેડિયો પર આવતા ‘કેહ્કશાં’ પ્રોગ્રામની ટાઈટલ ટ્યુન ‘ધરતી કો આકાશ પુકારે’ તો કાયમ યાદ રહેવાની છે જ. અને આજે તો આપણા સૌનું નસીબ એટલું જોરમાં બન્યું છે કે… યુ-ટ્યુબ પર માત્ર એમનું નામ લખતાં ગીતોની પંજાબી વણઝાર સામે દોડતી આવી જાય છે. 

====||====

આહ !…. હજુ થોડાં જ મહિનાઓ પહેલા પહેલી વાર રૂબરૂ મળેલા. પણ દિલ ખોલીને મારા પણ દોસ્ત બની ચુકેલા મહિપત અંકલ મહેતા (ફેસબુક દોસ્ત Durgesh Mehta ના પિતા પણ ગયા અઠવાડિયામાં અણધારી એક્ઝિટ લઇ ચુક્યા ત્યારે થયું કે…અભી અભી તો આયે થે ઔર અભી અભી તો…

ડિસેમ્બરમાં જ્યારે ભારત આવ્યો ત્યારે તેમના દિકરાની હાજરીમાં ખુબજ નિખાલસતાથી પોતાની લાઈફના પ્રેક્ટિકલ ગરમ અનુભવોનો ડબ્બો આઈસ્ક્રીમના ઠંડા કપ સાથે શેર કર્યો ત્યારે ક્યાં ખબર હતી કે…સાયકોલોજીનો આ એક જીવતો જાગતો કેસ-સ્ટડી અમારી સામે પહેલી અને છેલ્લી વાર જ ઉપસ્થતિ થવાનો છે !!! 

ખૈર, ઓશો રજનીશ, કાંતિ ભટ્ટ, ગુણવંત શાહના પાક્કા ‘ફેન’ના પ્રભાવ હેઠળ રહેલા અલ-મસ્ત મહિપતભાઈએ મોતને પણ ઉત્સવ તરીકે ઉજવવાની વસિયત પહેલેથી જ કરી હતી. 

====|||====

આઉચ !… જેમણે વર્ષો પહેલા માત્ર એક જ પુસ્તક લખ્યું.: ‘હેલો અમેરિકા !’ અને એ પણ એવું મજ્જેદાર કે આજે પણ વાંચીએ તો તાજું લાગે એવા પાક્કા ગુજ્જુ-કલકત્તી મસ્તીખોર, સુવર્ણાપતિ, Jayesh Parekh-પિતા, બક્ષી-બંધુ અને કોલેજકાળમાં મારા સૌ પ્રથમ પેન-ફ્રેન્ડ અને પછી પર્સનલ-ફ્રેન્ડ બનેલા મુ. શ્રી અરવિંદભાઈ પારેખ પણ બે મહિના અગાઉ આઉટ થઇ ગયા. 

કલકત્તાની ગુજરાતી સાહિત્ય સભામાં વર્ષો સુધી સેવા આપનાર અરવિંદભાઈએ એમના સારસ-જોડીદાર મુ. સુવર્ણાબેન પારેખની પેન સાથે સેંકડો લેખો પણ લખ્યા છે. એમનાં હસ્તાક્ષર અને હસતાં અક્ષરો આજે મારી ફાઈલમાં યાદી તરીકે અકબંધ રહેલા છે. 

એમના પુસ્તક વિશે પછી ક્યારેક વિગતે અપડેટ કરીશ ઇન્શાલ્લાહ. પણ અત્યારે એટલું જ કહું કે એમને ડોસો કહેવું એ આપણી જવાનીને ગાળ દેવા બરોબર છે. ‘દાદા! આમી તોમાર મીસ્ટી-મિસરી બોન્ધું શોલામ બોલેચ્ચે!”

====|||====

આ બધાં જ આત્માઓને અરેબિકી….અલ્ફ સલામા !

|| ભલાઈનું રિ-સાયકલિંગ ||

Act-of-Kindness

Photo Source (c) wcrz.com

ઈ.સ. ૧૮૯૨માં સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં ૧૮ વર્ષના બે નવજુવાનો ચિંતામાં બેઠાં હતા. એટલા માટે કે તેમની પાસે ફી ભરવાના પૈસા ખૂટી ગયા હતા. વળી બેઉ અનાથ હોવાથી કોઈ મદદ કરી શકે એમ પણ ન હતું. અને કોઈકની પાસે હાથ ફેલાવવા માટેનું ગજું પણ હજુ તૈયાર થયું ન હતું.

ખુદ્દારીને વરેલા એ બેઉ જણે કોલેજના જ કેમ્પસમાં એક નાનકડા મ્યુઝિકલ શોનું આયોજન કરી પૈસા કમાવવાનો આઈડિયા દોડાવ્યો. ચેરિટી શોના આશયે તેઓ મળવા આવ્યા તે સમયના મશહૂર પિયાનિસ્ટ જે. પેડ્રોવ્સ્કી પાસે. પણ તેના મેનેજરે તો ૨૦૦૦ ડોલરની ફિ ફરમાવી. મથામણ કરી બંને તૈયાર પણ થઇ ગયા. જો હોગા દેખા જાયેગા.

ભારે મહેનતથી તેમણે શોની ટીકીટો વેચી. પણ હાથમાં આવ્યા માત્ર ૧૬૦૦/- ડોલર્સ. ગઈ ભેંસ પાણીમાં સમજી બંને પેડ્રોવ્સ્કીના મેનજર પાસે પાછા આવ્યા અને શો પછી ખૂટતા ૪૦૦ ડોલર્સ મહેનત કરી વખતે પાછા આપવાનું વચન આપ્યું. પણ ત્યાં તો ખુદ પેડ્રોવ્સ્કી પાસે આવ્યા અને રોકડું પરખાવ્યું:

“નવજુવાનો ! એમ ના ચાલે. ફીનાં પૂરા પૈસા આપો. અથવા આ ૧૬૦૦/- ડોલર્સ પણ તમે જ રાખો. મને ન પોસાય. એમાંથી પહેલાં તમે તમારી ફિ ભરો. પછી જે રકમ બચે એ મારી કમાણી…..જાવ ફતેહ કરો !”

બેઉ જુવાનો માટે શો અને ફિ બંનેમાં જાન રેડી આપનાર પેડ્રોવ્સ્કીસાહેબ ત્યાર પછી તો અમેરિકા છોડીને પોલેન્ડ વસ્યા અને તેમના સદનસીબે તેમને ત્યાંના નામાંકિત નેતા અને વડાપ્રધાન પણ બનાવી દીધા. પણ ત્યાં તો…

૧૯૧૪માં પ્રથમ વિશ્વ-યુદ્ધ થયું. અન્ય દેશોમાં બીજી અસંખ્ય જાનહાનીઓ સાથે મુસીબતોનું મહોરું પોલેન્ડને પણ પહેરવું પડ્યું. અને તેને (કમ) નસીબે?!?!?! મદદ માટે અમેરિકાની ખાદ્ય અને પૂરવઠા સરકાર પાસે ટહેલ નાખવી પડી.

એ વખતે હર્બટ હૂવર નામના મંત્રીએ વિના વિલંબે (અને ટકોરાબંધ) ટનબંધ અનાજ પોલેન્ડ મોકલાવી રાહત આપી. પૂરવઠાની આવી પટેલગીરી જોઈ પેડ્રોવ્સ્કીસાહેબે અનાજ સાથે આંગળા પણ મોંમાં નાખી દીધા. અને યુદ્ધ બાદ એ મંત્રીનો આભાર વ્યક્ત કરવા મી. હર્બટ હૂવર પાસે જાતે અમેરિકા પહોંચી ગયા.

“મુરબ્બી પેડ્રોવ્સ્કી સર ! આમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. આપને યાદ હોય તો….આપ વર્ષો પહેલાં સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં બે નવયુવાનો માટે ફ્રિમાં મ્યુઝિકલ શો અને ભણવાની ફિ આપી ચુક્યા છો. તેના પરથી માનવતાનો પાઠ ભણનારા એ બે યુવાનોમાં એક હું પણ હતો.”

માનવંતો મોરલો: “સાચી નિયતથી ભલાઈ કરનાર અને લેનારનું રિ-સાયકલિંગ બસ આજ રીતે ચાલ્યું આવે છે અને ચાલતું રહેશે….”

(કોઈક ભલા માણસે મોકલેલા જુના ઈ-મેઈલનું તાજું રહે એવું ભાષાંતર….નાઈલને કિનારેથી !)


ત્યારે બને છે…‘વેલ ઇન ટાઈમ’

પાછલા સ્ટેટસમાં લખ્યું’તું કે…થોડા ખીન્ન થયા હોવ ત્યારે…નાના ભૂલકાંવની શાળામાં જઈ આવવું. મોટિવેશનની કિતાબ વાંચવાની જરૂર નહિ રહે.

હવે આજે જ્યારે…કોઈક ભુલાયેલા કે ભુલાયેલી દોસ્તે કોઈ રીતે પણ મોહબ્બતનો મેસેજ આપી દિવસ બનાવી નાખ્યો હોય અને તે પછી આખા દિલ અને ડીલમાં એનો નશો ઉતારી ખુબજ ખુશ થઇ જવાય ત્યારે?…

વ્હાલા દોસ્ત ! કોઈક એવા બુઝુર્ગ (વડિલ) હોય જે એકલવાયા હોય. ખાસ કરીને એવી હોસ્પિટલમાં માંદગીને કારણે બિછાને પડ્યા હોય તો એની મુલાકાત સાચો ‘વેલ ઇન ટાઈમ’ બની શકે છે.

માત્ર એક સ્પર્શ…એક ટચ…ગુલાબોના કન્ટેનરની ગિફ્ટનું કામ કરે છે.

એમની ઝિંદગીમાં છવાયેલો લાગતો કાર્બન ડાયોક્સાઈડ…તમારી મોહબ્બત થકી ઓક્સિજનનું કામ કરી નાખશે….બોસ!

નિલાંબર :

એની વે!…આ બધી મસ્ત મૌસમમાં આજે ‘પહેલી’ માટે દિલમાંથી નીકળ્યાં કેટલાંક ‘વેલેન્ટાઈકુઝ’

વેલેન્ટાઈન્સ,
તું મારામાં અને હું
‘તારા’માં એક.

 ~*~

વેલેન્ટાઈન્સ,
હવે ‘માળા’માં હું ને
‘તાળા’માં એક.

 ~*~

વેલેન્ટાઈન્સ,
પછી ‘જોબમાં’ અને
‘બોજ’માં એક.

 ~*~

વેલેન્ટાઈન્સ,
એક થયાં સ્વમાં ને,
ગૂમ સ્વ.માં.

આભાર ‘દે’ થી આભાર ‘ડે’ સુધી….

Thank_You_To_All

વિશ્વભરમાં આજનો દિન ‘Thanks Giving Day’ તરીકે ઉજવાય છે. તેની શરૂઆત આમ તો અમેરિકામાં વર્ષો પહેલા થઇ છે. પણ તેના ડોલરની જેમ વાઈરલ અસર આખી દુનિયામાં ફેલાઈ ચુકી છે તેમ ત્યાંથી ઉદભવેલા ઉજવણીના દિવસો પણ આખી દુનિયામાં ફેલાયા છે. આ ઈન્ટરનેટ-માર્કેટિંગની કમાલ !!!!
જન્મથી લઇ મોત સુધીની દરેક ક્રિયાઓ-પ્રક્રિયાઓ આ ‘આભારના’ ભાર હેઠળ રહેલી છે. શ્વાસથી લઇ વિશ્વાસ સુધી વિકાસની સુવાસ ફેલાવવાની એક માત્ર ચાવી એટલે ‘આભાર’, ‘થેંક યુ‘, ‘શુક્રિયા‘, ‘મેરસી‘, ‘ગ્રેસિયા‘, કે ‘તિરીમા કાશી‘….જે કહો તે..દિલમાંથી નીકળતા સાચા Gratitude ના એ તારોનો Attitude એક સરખો જ હોય…
બ્લોગની દુનિયામાં કોઈ એક વ્યક્તિ માટે તો સમજ્યા…પણ આખી બ્લોગ જમાતના સહિયારા સાથથી સારા કામો સફળ થતા રહે ત્યારે આ ‘આભાર’ નું વજન થોડું વધારે વધતું જાય છે. મારા પ્રિય વાંચકો, દોસ્તો, આપ લોકો સમય કાઢી આ બિલિયન બ્લોગની દુનિયામાં મારા જેવા એક મિસરી માનુષને વાંચો છો, સમજો છો, કોમેન્ટ દ્વારા કિલકિલાટ અને ‘લાઈક’ બટન દ્વારા એકબીજાને ગમતા રહો છો….તો આ બધાનું ઘણું મોટું વજન લઇ…આજે માત્ર એટલુજ કહેવા માટે આવ્યો છું…
આભાર…વ્હાલાઓ!  
આ તો આજના દિવસની ગનીમત લઇ આપને આ દિવસની વેલ્યુમાં વધારો કરું છું બાકી  મારો તો દરેક દિવસ ‘આભાર’ની ‘આભા’થી થાય છે,
તમારું કેમનું છે?

નિલ‘શુક્ર’

માઈકલ જેક્સન…’આભાર’ ટુ અલ્લાહ!