નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: Training

बापू, सेहतके लिए तू तो HONEYकारक है !

Haanikaarak-Bapu-Dangal

“વોહ તો હમે બાદમેં માલૂમ હુવા કે અસલી ‘સેહત’ કે હોવે હૈ.
ઉન્હોને હમકો સિખાયા. હમારે અંદર પડા હુવા થા ના વોહ ડર…ઉસી કો બાર નીકાળ કે. બસ! ઇસીલિયે હમારે પાપ્પા પર સબસે જ્યાદા વિસ્વાસ હોવે હી હોવે હે.”

ગીતા-બબીતા ફોગટ સિસ્ટર્સના બચપણની જો કંડીશન જ એવી હોય કે જેમાં તેમને ખુદની અંદર રહેલી કસ્તુરીની મહેક તેમને ન સુંઘી શકાતી હોય ત્યારે મહાવીર જેવાં હિરા-પારખું બાપને ન મળેલા ‘ગોલ્ડ મેડલ’ને ગોલ બનાવી સોનામાં સુગંધ ભેળવેલી દિકરીઓ દ્વારા જીંદગીનું કંડીશન કરવાની પહેલ કરવી જ પડે છે.

બેશક! આમીરખાન મલ્ટી-ટેલેન્ટેડ આર્ટીસ્ટ છે, માર્કેટર છે. એનામાં એ આવડત છે જ કે તેની ફિલ્મો જોનારમાં ‘કાંઈક કરવાનું બીજ’ તો રોપવું જ. માત્ર ફિલ્મો દ્વારા ‘સંદેશો’ આપીને બેસાડી રાખવા કરતા તેનો દર્શક સીટ પરથી ઉભા થઇ કાંઈક ન થયેલું કરવા મંડી પડે ત્યારે ‘ઉઠો જાગો’નું વિવેકાનંદી આહવાન પ્રેક્ટિકલ સાબિત થયેલું દેખાય છે.

એની પાછલી ફિલ્મો હજુ પણ જોઈએ તો તાજી ને તાજી જ લાગે છે. અને હવે આવતા મહીને બોનસ પેક તરીકે તેની ‘સિક્રેટ સુપરસ્ટાર’ પણ મળવાનું છે.

દંગલ ફિલ્મ માટે એક વર્ષ પછી કહેવાનું મન એટલા માટે થયું કે મારા માટે તેની અસર એક વર્ષિય નથી રહી. આવનારાં વર્ષોમાંય ખુદની અંદર આઈડિયાનું, પેશનનું દંગલ સતત ચાલતું જ રહે એવી માસ્તરી કંટીન્યુટી આ ફિલ્મ દ્વરા મળી છે.

આપણા દેશમાં સંદિપ માહેશ્વરી, જયભાઈ, સ્નેહ દેસાઈ, હિમીશ મદાન જેવાં મસ્ત-મજ્જના મોટીવેટર્સ યંગિસ્તાનને તેમના કન્ટેન્ટ દ્વારા દિમાગી દંગલ કરાવતા રહે છે. આવનારાં દશકમાં એક પાવરફૂલ અને યંગ-માઈન્ડ ઇન્ડિયાનું પ્રોડક્શન તૈયાર થઇ રહેલું દેખાય છે.

बापू, सेहतके लिए तू तो HONEYकारक है !

મહાવીરા મોરલો:

“જે ખુદને ‘ટોર્ચર’ કરી બીજાં માટે ‘ટોર્ચ’ બની પાવર પૂરો પાડે છે એ વ્યક્તિ ‘મહાવીર’ જ હોય છે.”

(Photo Credit: BollywoodHungama.com)

આ કોરિયાના પોરિયાઓ તો હુહુહુફ્ફ્ફ્ફ…બાપ રે બાપ!

Korea-Child-Cold-BootCamp

બાળપણથી આપણને એક ખોટી બીક આપવામાં આવેલી હોય છે.

“અલ્યા એય! હવે બૌ મસ્તી કરીશને તો બાવો આવીને પકડી જશે”, ખરુને?

પણ દક્ષિણ કોરિયા દેશમેં એસા ની હોતા હૈ બાવા, હોં!

ત્યાં એક અનોખો બૂટકેમ્પ યોજાય છે. એ પણ શિયાળાની કાતિલ ઠંડીમાં. જ્યાં બરફ પાડીને જામ્યો ત્યારે ત્યાંના મા-બાવાઓ (આઈ મીન બાપો) એવા મસ્તીખોરીયા બચ્ચાંવને બરફની કડકડતી (રેતીમાં) હડીયાપાટી કરાવવાની ટ્રેઇનિંગમાં મોકલે છે.

– બહુ જાલિમ મા-બાપ કહેવાય નહિ?-

પણ ના દોસ્તો. આવી જાલીમી બાળકો માટે એક રીતે આશિર્વાદરૂપ છે. એક તરફ આપણે ત્યાં માતા-પિતાઓ બાળકોને રસ્તો ઓળંગવામાંય હાઈ-બ્લડ પ્રેશરનો અનુભવ કરે છે, ત્યારે કોરિયાના આ પોરિયાઓ હવામાન સાથે તો ખરા જ પણ ઝિંદગીની એવી ઘણી ખરી (માત્ર દેખાતી) મુશ્કેલીઓ સાથે પણ નાનપણથી જ દોસ્તી કરવું (અનૂકૂલન સાધવાનું) શીખી જાય છે.

શેખાદમ આબુવાલા સાહેબના આ શેર એવા બાળકોને સાચે જ ‘શેર-એ-બબ્બર’ બનાવે છે.

“અમને નાખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું બાગમાં,
સર કરીશું આખરે સૌ મોરચા,
મોતને પણ આવવા દો લાગમાં !”