નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: Zoya

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન – ઝોયા

Zoya- by Danielle Steel

ઝોયા…ઝોયા…ઝોયા…

આ રાંઝણા ઝોયા બાદ (ઓહ! આઈ મીન ‘જોયા’ બાદ) એની પાછળ તો આખો રોમાન્ટિક ફિલ્મી સમાજ પાછળ પડી ગયો છે યાર!

એ નામ હજુ કેટલાંને મારશે (કે તારશે) એની ખબર નથી. પણ વર્ષો પહેલા આવી ગયેલી ઘાંસુ લેખક ડેનિયલ સ્ટિલની સુપ્રસિધ્ધ નોવેલ ‘ઝોયા’ મને એ ફિલ્મ જોયા વિના જ આજે ફરીથી યાદ આવી ગઈ છે. 

યેસ દોસ્તો, વિશ્વયુદ્ધ -૧ ના સમયમાં રશિયાના તે સમયના ઝાર નિકોલસની પિતરાઈ બહેન તરીકે તેના જુલમથી કંટાળી દાદીમાં સાથે એક રાતે ભાગીને પેરિસ પહોંચે છે. ટનબંધ રાજકીય અને પારિવારિક કાવાદાવાની અસરો હેઠળ ભાગતી, દોસ્તી, અટકાતી, લપાતી છુપાતી રહીને પણ….એક અમેરિકન સોલ્જર ક્લિટોનના પ્રેમમાં પણ પડે છે.

વિશ્વયુદ્ધ-૧ બાદ બેઉ લગ્ન કરી અમેરિકા પહોંચે છે અને પછી શરુ થાય છે ફરી પાછાં નવા વળાંકો અને રહસ્યના પડદાઓ ખોલતી ઘટનાઓનો સીલસીલો…

ઝોયા…એક ગ્લોબલ સ્ત્રી તરીકે શું શું કરી શકે છે? કરાવી શકે છે? નથી કરી શકતી, નથી કરવા દેતી. જેવી અનેકાવિધ સ્ત્રી સહજ સંવેદનાઓના મરી-મસાલાથી ભરપુર આ નવલકથાએ કંઈક કેટલીયે છોકરીઓને રડાવી તો ચુકી છે. પણ સાથે વાચા આપી ચુકી છે, જીવવાનું સુપર ટોનિક આપી ચુકી છે. (મારી ખુદની કઝિન-બહેન પણ તેનો જીવતો જાગતો પુરાવો છે.)

હવે જેમને ઝોયા-શક્તિ જાણવાનો શોખ હોય તો બૂકની આ ફાર્મસીમાંથી તેનું ટોનિક (સોયા વિના) મેળવી લે. http://amzn.to/1a9NnZL

મોટિવેશન મોરલો: 
‘નારીને શક્તિની જરૂર નથી. એ તો ખુદ એક શક્તિ છે.’ – મુર્તઝાચાર્ય.