નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

“મ્હારી છોરી કિસી છોરે સે કમ હે કે!!?’

Sapne-Huve-Badey

એક નાનકડા શહેરના ઘરમાં બે ભાઈઓ સાથે રહે છે. મોટોભાઈ નાનકડી વિચારધારા વાળો છે, જ્યારે નાનોભાઈ મોટી વિચારધારા વાળો.

મોટા ભાઈની પાસે તો એક નાનકી દિકરી છે. પણ જ્યારે નાના ભાઈને પણ પહેલું બાળક દિકરી તરીકે જન્મે છે. મોટાભાઈને ખચકાટ તો થાય છે. પણ નાનો ભાઈ એ જન્મેલી દિકરીને એમ કહીને ઉછેરે છે.: “તું મેરા બેટા બનેગી.”

નાના ભાઈને નસીબમાં બે દિકરાની દૌલત વધારે મળે છે. તોયે પહેલી દિકરીને ભણતરની કમાણી સાથે પિતાનો પ્યાર બોનસમાં થોડો વધારે મળ્યો છે, એટલે ચહેરો, દિલ અને દિમાગ એકદમ મસ્ત રીતે ખીલ્યા છે.

સમયનું વહાણ વર્ષો પછી આગળ સરકયું છે. દિકરીનું દિમાગ હવે ટેક્નિકલ બન્યું છે. તેની થિયરીને ધાર નીકળે એ માટે તેને હાર્ડવેરનું પ્રેક્ટિકલ જ્ઞાન લેવાની સલાહ અપાય છે. પણ ઘરના મોભી હોવાને લીધે મોટાભાઈની પરવાનગીમાં નન્નો મળે છે. છતાંય નાનોભાઈ કુનેહ વાપરી દિકરીને ટેક્નિકલ ઇન્સ્ટીટયુટમાં મોકલી દે છે.

થોડાંક મહિના પછીનું ફાસ્ટ ફોરવર્ડ! …

દિકરી ટેક્નિકલ કોર્સ કમ્પ્લીટ કરી ચુકી છે. ઘરના લગ્ન-પ્રસંગમાં લાઈટ જાય છે. ફ્યુઝ-બોર્ડમાં ખોટ વર્તાય છે. ત્યારે એક ટેકનિશિયનની છટા અને અનુભવથી દિકરી અંધારિયા પ્રસંગને (અને ખુદને પણ) ‘પ્રદિપ’ કરી બતાવે છે.

ત્યારે મોટાભાઈ, તેની દિકરી, નાનોભાઈ અને તેના દિકરાંવ મો વકાસી જોયા કરે છે. અલબત્ત દરેકની જોવાનો અંદાઝ ‘સેમસંગી’ બન્યો છે.

મોટોભાઈ નાનાભાઈને કહે છે: “તારી પાસે ખરેખર ૩ દિકરાઓ છે.”- ત્યારે નોનોભાઈએક મોટી વાત કહે છે: “ના રે, દિકરી તો દિકરી જ હોય છે. મારી પાસે તો બે દિકરા છે પણ એક પ્યારી દિકરી છે.” 👸

‘મોતી-વેટિંગ’ મોરલો: “મ્હારી છોરી કિસી છોરે સે કમ હે કે!!?’
——

સેંકડો કન્ઝ્યુમર્સ પ્રોડકટ્સ તૈયાર કરતી સેમસંગ બ્રાંડે ભારતીય કલ્ચરને ધ્યાનમાં રાખી આ આખી ઘટનાની એડવર્ટાઇઝમેન્ટ દ્વારા ‘મહિલા સશક્તિકરણ’ની નસ બરોબર પકડી છે.

#Women #Empowerment #India #SamsungAd

One response to ““મ્હારી છોરી કિસી છોરે સે કમ હે કે!!?’

  1. Pingback: “મ્હારી છોરી કિસી છોરે સે કમ હે કે!!?’ – ગુજરાતી રસધારા

Leave a comment