નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: International Space Station

This is StarShip Enterprise & I am a Captain!…

william-shatner-Captain-Kirk

photo(c) Mashable.com

આ કમાન્ડરને માત્ર એક સેકંડમાં જોઈ ઓળખી શકો?

ન ઓળખાયો? ઓકે., હિન્ટ આપું: “This is Starship Enterprise and I am a Captain James Kirk!

ઓળખાઈ ગયો ને બંદો!?! – યેસ દોસ્તો. વર્ષો પહેલાં દર રવિવારની સવારને ગાંડા કરતી ‘સ્ટાર-ટ્રેક’ સિરીયલમાં કેપ્ટન કર્ક તરીકે ઓળખાતો વિલિયમ શેટનર છે. સ્પેસ મિશનના મહાકાવ્ય તરીકે પંકાયેલી એ ‘સ્ટાર-ટ્રેક’ સિરીયલ હજુયે લાખો લોકોના મનમાં સ્પેસ રાખી ચુકી છે.

તેના દરેક સાથી કલાકારોમાં કેટલાંક મૃત્યુ પામ્યા છે ને બાકીના હજુયે તે સમયની સ્મૃતિઓ સાચવી પબ્લિક સાથે શેર કરી રહ્યા છે. કેપ્ટન કર્ક પણ એમાંનો એક જ છે. જે હાલ કેટલીયે કંપનીઓને એડવાઈઝર તરીકે પ્રવૃત રહી સેવાઓ આપે છે. ખાસ કરી એવી સેવાઓ જે સ્પેસ સાથે સંકળાયેલી હોય.

ગઈકાલે જ એક ખાસ ટ્વિટર સમાચારમાં આ કેપ્ટન કર્ક ત્યારે ફરી ચમક્યો, જ્યારે એમણે નાસાના એક એસ્ટ્રોનસ ક્રિસ હેડીફીલ્ડને સ્પેસ સેન્ટરમાં પોતીકો મેસેજ મોકલ્યો અને પૂછ્યું કે “તમે સાચે જ સ્પેસમાંથી ટ્વિટ કરી રહ્યા છો?”- જેના જવાબમાં ક્રિસે પ્રથમ ટ્વિટર મેસેજ મોકલ્યો અને પોતાની હાજરી લાઈવ કરી બતાવી.

એક સમયે જ્યારે હું આ સિરીયલ અચૂક જોતો ત્યારે થતું કે શું આવી વાતચીત-મિશન જેવું સાચેસાચ શક્ય બનતું હશે?!?!? આજે એ જવાબ એના લાજવાબ કલાકારો, અવકાશયાત્રીઓ ભેગા મળી બતાવી રહ્યા છે.

સ્વપ્ન…કોઈની જાગીર થોડી છે? એ તો જે એમાંથી જાગી જાય એની છે, ખરું ને?  

નીલ‘કણ’

જે સિરીયલ જોવા માટે બધું કામ બાજુ પર મૂકી ટી.વી. સામે ચીટકી જતા તેનું ઇન્ટ્રોડક્શન આમ થતું…