નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: Spirit

જો તમને એમ લાગવા માંડે કે…

શું તમે પીઓ છો…., આ ગટરનો સૂપ????

 

Soup of Gutter
તમને ખબર છે?

આપણા ઘરની અંદર દરરોજ સવારે એક રેસ્ટોરન્ટ-કૉફીહાઉસ ખોલવામાં આવે છે. જેમાં ચાહ કે કૉફી પીતા પહેલા સાવ મફ્ફત…એક ગરમાગરમ સૂપનો પ્યાલો પીરસાય છે.

જેને ‘જેહાદ, ધર્માંતરણ, બળાત્કાર, ટાંટિયા-ખેંચ, ખૂના-મરકી, લૂંટફાટ…જેવાં દેશનાં (વધારે)-વિદેશનાં(થોડાં ઓછાં) મરી મસાલા અને તેજાનાથી રસપ્રચુર બનાવાય છે. જેથી પીનારને પણ કાં તો કહેવાનું મન થઇ જાય કે ‘વાહ ! મજ્જા આવી ગઈ હો’ કે પછી ‘આહ ! મૂડ અને દિવસ બંને બગાડી નાખ્યો આ મફતિયા સૂપે…થૂંઉઉ!!!’

પહેલા આંખોથી કાનમાં પછી મગજમાં ને પછી સીધી દિલ-દિમાગ પર અકસીર અસર કરતા આ સૂપને પીવા લોકો એટલી બધી તો પડાપડી કરે છે કે નાં પૂછો વાત !!!

શોધનારે પણ જુઓને તેને પીધા વિના સાલું કમાલનું દિમાગ દોડાવ્યું છે…એવું ટેસ્ટી કે…નાસ્તો, બાથરૂમ, બૈરી-બચ્ચાં બા-બાપુ સાથે વાતચીત…અરે બિઝનેસ પણ બે ઘડી ભૂલી જવાય છે…..બોલો!!!!!

આવાં મફતિયા સૂપની અસરથી તારણ એવું આવ્યું છે કે..તે સૂપ માણસને પશુ બનાવવામાં મદદ કરાવે છે…..વાઉ !!! કેવું મેજિકલ સૂપ કેહવાય ને??!!!

જો ભ’ઈ એક માર્કેટર તરીકે મેં તો માત્ર થોડું ચાખીને આ સૂપનું બ્રાંડ નેમ આપ્યું છે: —-> ‘ગટરનો સૂપ.’

હવે તમને જો એની ‘અંદરની અસર’ લાગી જ હોય તો પ્લિઝ…..એટલીસ્ટ ‘નામાંતરણ’ ન કરતા..આજ નામ રે’વા દેજો. બાકી એની અસર બવ ભારે છે હોં!!