નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

ખોટા સમાચારો શું કામ ફેલાવવા?

દોસ્તો, થોડાં દિવસો અગાઉ કેટલાંક ખોટા અને ખાટા ફોટોગ્રાફ્સ જોવા મળ્યા. એવા લોકો પાસેથી જેઓ હજુ સચ્ચાઈને બદલે સફેદ જૂઠ પકડીને બસ કાંઈક બતાવવા માંગે છે….માત્ર શેર કરવા માંગે છે. ઉદાહરણાર્થે…

 • આહા..અલ્હામ્દુલીલ્લાહ ! યેહ દેખિયે….ખુદા કી કુદરત! જાપાનના જબરદસ્ત ત્સુનામીમાં માત્ર એક બચી ગયેલી મસ્જીદ.” પણ સાચો ફોટો હોય વર્ષો પહેલા આર્જેન્ટીનામાં થયેલા વાવાઝોડામાં બચી ગયેલી કોઈક મસ્જીદ (જેવી લાગતી ઈમારત)….
 • વાહ! જુઓ…જુઓ..આપણા સાચ્ચા ભારતીય રતન તાતાએ પાકિસ્તાનનો ૩૫૦ તાતા સુમોનો ઓર્ડર ઠુકરાવ્યો“…એમ કહીને કે જે દેશ અમારા દેશમાં હથિયાર સપ્લાય કરે છે એને અમે માલ સપ્લાય નહિ કરીએ.”- ખરી વાત એ છે કે…રતનજીને આવો કોઈ ઓર્ડર મળ્યો નથી અને એમણે ક્યારેય કોઈ એવો ઓર્ડર ઠુકરાવ્યો નથી.
 • …અને જોઈ લ્યો આનો ક્રૂર અંજામ! કુરાનને જાહેરમાં બાળવાનું આહ્વાન કરનાર અમેરિકાનો પેલો ફાધર-પાસ્ટર આખેઆખો સળગી ગયો.”- ભલા એની માંના….એ બાપો હજુએ જીવે છે.અને આવી ઘટના ફરી નહિ થાય એવી ત્યાંની સરકારે બાહેંધરી આપી દીધી છે.
 • અમેરિકામાં એક થિયેટરમાં પયગંબર સાહેબની ફિલ્મ બતાવાતા થોડાં જ સમયમાં તે જમીન દોસ્ત થઇ ઢળી પડ્યું.”- કોઈક અમેરિકન બંધુને પૂછો છે કે ત્યાં આવી કોઈ ફિલ્મ જાહેર થિયેટરમાં બતાવવામાં આવી હોય?- પછી કોઈકની ફિલ્મ શાં માટે ઉતારવી ભૈશાબ?
 • આહા ! ઝાડમાં નેચરલી કોતરાયેલી ‘અલ્લાહ’ લખેલા શબ્દમાંથી લોહીની ધારાઓ ફૂટી નીકળી.”- ફોટોશોપ સુપર્બ ફોટો એડીટીંગ સોફ્ટવેર છે. જ્યાં રાધા..અનુરાધા થઇ શકે અને મોહન વગર વાંસળીએ સૂર કાઢી શકે પછી ઝાડમાં ઘણું કોતરી શકાય….આવા ખોટા સમાચારો ય!
 • અને આ જોઈ લ્યો ગુરુઓના ગોરખ-ધંધા! કહેવાતા મશહૂર બાપુ કોઈક જોઈ?- કોઈક સેક્સી કન્યા સાથે કામ-આસનમાં બિરાજમાન.” જ્યારે ખરો ફોટો એમના હમશકલ અમેરિકાના એક સુપ્રસિદ્ધ તંત્ર-યોગા ગુરુનો એની ઓફિશિયલ શિષ્યા-પત્ની સાથે હોય. (યાર ઉનકી ચલતી હૈ તો આપકી ક્યોં જલતી હૈ, કુછ ‘કામ’ નહિ હૈ ક્યા?)

બાપલ્યા…લાંબુ ચોળીને ચીકણું કરવામાં સા.બુ.ની ગોટી ક્યા બગાડવી!- આ અગાઉ ફેસબૂકની જો (હુકમી) પર એક લેખ પણ અહીં મુકવામાં આવ્યો જ છે.

ગૂગલ ઈમેજમાં લગભગ ઘણાં ખોટા ફોટોઝનું સાચું જન્મસ્થાન જાણી શકાય છે, તો એ માટેની અસલી તસ્દી લીધા વિના આવા નકલી સમાચારોથી ખુદની દિવાલ શાં માટે બગાડવી?

યાદ રહે મારા વા’લા દોસ્તો, આપણા આ ફેસબુકીયુંનું દરેક અમલ ‘પથ્થર કી લકીર’ છે. જે લખ્યું તે ‘સેવ’ થયું કાયમ માટે…પછી ભલે ને બબ્બે વાર ડિલીટ થતું!- યેહ ફેસબુક હૈ બાબુ! યેહ સબ જાનતી હૈ! અંદરકાભી ઔર બાહરકા ભી !

9 responses to “ખોટા સમાચારો શું કામ ફેલાવવા?

 1. વિનય ખત્રી January 25, 2013 at 8:41 am

  આવા તો કેટલાય ‘પડીકાં’ નેટ પર ફરતા હોય છે. ‘ચિત્રલેખા’ જેવું સામયિક પણ આવી વાતોમાં આવીને ‘સદા અગ્રેસર’માં છાપી મારતું હોય છે ત્યારે એક સામાન્ય ફેસબુક/ઈન્ટરનેટ યુઝરની શું વિસાત.

  કોણ આવા પડીકાં ફેરવે અને કોણ તેને લાઈક/કૉમેન્ટ/શેર કરે છે તે જોતા રહેવાનું અને તેમની સમજણના સ્તર પર (મૂછમાં) હસતા રહેવાનું. ઉપરાંત શક્ય હોય તો સાચી વિગત જણાવતા રહેવાનું….

 2. Anurag January 25, 2013 at 11:11 am

  Haven’t we seen lots of different pics of Delhi g-rape victim ! 😦

 3. jagdish48 January 27, 2013 at 2:34 am

  બાપલ્યા…લાંબુ ચોળીને ચીકણું કરવામાં સા.બુ.ની ગોટી ક્યા બગાડવી!- બૌ ગમ્યુ !

 4. મસ્ત January 27, 2013 at 6:28 am

  જો કોઈ વાર દાળ માં કાળું લાગે તો આ http://www.hoax-slayer.com/ વેબસાઈટ ની મુલાકાત લઈ લાવ છું દૂધ નું દૂધ અને પાણી ની પાણી થાય જાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: