નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

આંખોમાં ધરબાયેલી….એક ‘હોલી’ !

Holi

૨૦ વર્ષની વય બેહોશમાં રહેવાની નહિ, પણ જવાનીથી હોશમાં આવવાની હોય છે. આવું મોટાભાગના સંતો કે મોટીવેટર્સ કહેતા આવ્યા છે. એગ્રીડ. પણ હવે કહો કે…

૨૦ વર્ષ અગાઉ જ્યારે નવા- નવા કોલેજમાં (મમ્મીએ મહાપરાણે કહ્યું હોય તો) માથામાં કોકોનટ તેલ નાખી આવ્યા હોઈએ અને બીજે દિવસે આવનારી હોળીનું રિહર્સલ સાંજે છૂટતી વખતે થવાનું હોય ત્યારે શું હાલત થાય?

બીજાં દોસ્તોની મને હજુયે ખબર નથી પણ મારી સાથે આ ‘હોલી’ ઘટના બની હતી એટલું મને યાદ છે.

સાંજે કોલેજના છેલ્લા પીરિયડનો બેલ વાગી ગયો. ને જાણે ‘ગાયો’નું ધણ વાડામાંથી છૂટવા જે રીતે ધમાધમી કરે એવી જ રીતે કેમ્પસની બહાર મિનીટ્સમાં ‘ગાય્સ’નું ટોળું ધસી આવ્યું અને જોતજોતામાં ખિસ્સામાંથી ગુલાલની વર્ષા શરુ થઇ ગઈ. કોરીડોરમાંથી આ દ્રશ્ય જોઈ હું વિચારી રહ્યો કે ‘માઇલા ! આજે રંગહીન શર્ટ તો ગયું બારના ભાવમાં. પણ ઘરે તો ‘મા અને સર્ફ-એક્સેલ હૈ ના’….જો ભી હોગા દેખા જાયેગા….

“એક્સક્યુઝ મી !” – મારી પાછળથી સોફ્ટ અવાજ આવ્યો. – “મને ગુલાલ-રંગોથી નફરત છે. એટલે હોળી રમવાથી હંમેશા દૂર રહું છું. તો પ્લિઝ, મને કોલેજની બહાર નીકળવામાં મદદ કરીશ?”

“ઓહ, પણ કેમ? કોઈ ખાસ કારણ?”- મારાથી સામો રંગીન સવાલ પૂછાઈ ગયો. પણ સંગીન સવાલ અને થોડાં જ દિવસો અગાઉ ક્લાસમાં નવી વિદ્યાર્થીની તરીકે જોઇન્ટ થયેલી રક્ષિતાને મોંમાંથી જવાબ આપવા કરતા ત્યાંથી બહાર નીકળવાની વધારે તાલાવેલી હતી.

“ચાલો” – કેમ્પસમાં ‘રંગમાં આવેલા’ મારા બીજાં ગ્રુપ-દોસ્તોએ અમને બેઉને જોવા અને સમજવાની કોશિશ કરવામાં રંગ છાંટવાનું પણ ભૂલી ગયા. અને મિનીટ્સમાં અમે બેઉ એકબીજાની ખૂબ નજીક ચાલીને ટોળાને પસાર કરી દરવાજે આવી ગયા.

“તને સવાલ થતો હશે કે મને રંગો સાથે નફરત કેમ છે, રાઈટ?” – એણે સીધું જ પૂછી લીધું.- “બીજું તો કાંઈ નહિ, પણ બે વર્ષ અગાઉ પપ્પાના ગુજરી ગયા બાદ મમ્મીને કોઈપણ બાબતે તકલીફ ન પડે એનું હું ધ્યાન રાખું છું. એટલે કલરવાળાં કપડાં ધોવામાં પણ. ……ઘરે વોશિંગ મશીન ભલેને હોય પણ મમ્મીને તકલીફ ન રહેવી જોઈએ. એકની એક દીકરી હોવ એટલે બીજું તો શું વિચારી શકુ, બોલ?”

એકસાથે આવેલાં ‘બોલ્ડ’ સવાલ અને જવાબ આગળ હું પણ ‘ક્લિન’ થઇ ગયો. થોડે આગળ જતાં બે ફાંટા આવી ગયા. એક એના બસ-સ્ટેન્ડ તરફ જવા માટે અને બીજો નજીકમાં જ આવેલાં મારા ઘરની તરફ જતી સ્ટ્રીટનો…

જરૂરી થોડું છે કે ‘હોલી’ પાણીથી જ રમી શકાય?- ધરબાયેલાં આંસુ પણ ‘હોલી’ જ હોય છે ને?

(ફોટો સોર્સ: http://anupjkat.deviantart.com/)

3 responses to “આંખોમાં ધરબાયેલી….એક ‘હોલી’ !

  1. pragnaju March 15, 2014 at 2:11 pm

    ધરબાયેલાં આંસુ પણ ‘હોલી’ જ હોય છે ને?
    હૃદયમા ધરબાયેલી વેદના અત્યંત તીવ્ર બનીને આંસુ દ્વારા વ્યકત થાય છે,અને આ વેદનાઓ મીઠી તો ના જ હોય, એ ખારી જ … બહુ જ સરસ કાવ્યમાં આંસુ વહાવ્યા, એકો રસો કરુણો બભૂવો ની જેમ કરુણતાય હૃદયસ્પર્શી હોય તેમ આપના આંસુ પણ…………………………
    શુભાન અલ્લાહ

  2. Vinod R. Patel March 15, 2014 at 6:47 pm

    હોળીના પર્વ નિમિત્તે હોળી વિશેનો તમારી આંખોમાં ધરબાયેલો આ જાત અનુભવના ” ‘હોલી’ પ્રસંગનું બયાન

    વાંચીને આનંદના રંગમાં રંગાઈ ગયો . વાહ , ક્યા બાત હૈ !

Leave a reply to pragnaju Cancel reply